________________
સમાધિ-સાધના
સમય સમય આ જીવ મરી રહ્યો છે, શુભાશુભ પુદ્ગલને ફરસ્યાં છે. નાની સમભાવમાં છે. દેહ છૂટવા વિષે ભય કર્તવ્ય નથી, હર્ષ-વિષાદ ઘટે નહીં; અશુભ શુભાદિ મિથ્યા માઠાં મનનાં પરિણામ તે જ હાનિ અને તે જ મરણ છે. આત્મા સર્વે શાતા અશાતાના દ્રષ્ટા છે.
પર
જે જે જન્મ્યા છે તે દરેકને કાઈ ને કાઈ નિમિત્તે મરણ તા અવશ્ય આવવાનું જ છે. મહાન અતિશયધારી એવા તીર્થંકરો પણ નાશવંત દેહને અવિનાશી કરી શક્યા નથી. તા આયુષ્ય ભાગવાઈ રહેતાં પ્રાપ્ત થતા મરણને રોકવા અન્ય કાઈ સમર્થ છે ? વહેલે કે માટે આપણે પણ એ મરણની કસોટીમાં થઈને પસાર થવાનું છે એમ વિચારી સમાધિમરણની તૈયારીરૂપ વિચાર, કષાયની મંદતા કે ક્ષય, માહ અને દેહાધ્યાસના ત્યાગાદિ માટે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિકાળ અને નિવૃત્તિ ભાવનું સેવન, સત્સંગ, સત્સમાગમ, સત્પુરુષ અને તેની વાણીનું બહુમાનપણું, વૈરાગ્ય ઉપશમાદિનું આરાધન આજથી આપણે કરી લેવા યાગ્ય છે. જો આટલા ભવ સમ્યક્ત્વરૂપ ધર્મને આરાધવામાં ગાળવામાં આવે તે અનેક ભવનું સાટું વળી રહેવા ચેાગ્ય છેજી.
વળી મોટા પુરુષોએ આયુષ્યની છેલ્લી ઘડીને જ મરણુ નથી કહ્યું, પણ ક્ષણે ક્ષણે આયુષ્યની દોરી ઘટતી ાય છે, તે ક્ષણ ક્ષણુ જો વિભાવમાં ગઇ તે તે મરણ જ છે. વિભાવ પરિણિત જેની અટકી નથી તેને જ્ઞાની પુરુષોએ હાલતાં ચાલતાં મડદાં જ કહ્યાં છે. જેટલે કાળ સ્વભાવ દશામાં જાય છે તેને જ્ઞાનીઓ જીવન કહે છે. બાકીના કાળ મરવામાં જ જીવ ગાળે છે. આ હિસાબે તે આપણે આપણા જીવનની