________________
સમાધિ-સાધના
૩૭
ઉત્તમ પુરુષે તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાભ્યતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાને આત્યંતિક વિયેગા કરવાને માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયેગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.
શાતા અશાતાને ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને નેવેષતા એવા તે મહત્ પુરુષને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતે.
કેટલાક કારણવિશેષને વેગે વ્યવહારવૃષ્ટિથી ગ્રહણ કરવા યેગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.
ઉપગ લક્ષણે સનાતનમ્ફરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળે હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાને નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાને સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેડાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેને આત્યંતિક વિયેગ કરવાને સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ
વાત
એ છે કે આમાં રહેલ લિ