________________
૩૩
સમાધિ-સાધના (૮૪૩) ૪ નિશ્ચય અને આશ્રય
શ્રીમદ્ વિતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ઘર્મ જયવંત વર્તે, ત્રિકાળ જ્યવંત વર્તે.
તે શ્રીમત અનંત ચતુષ્ટયસ્થિત ભગવતો અને તે જયવંત ધર્મને આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.
ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કર એગ્ય નથી.
દેહાદિ સંબંધી જે પુરુષ હર્ષવિષાદ કરતા નથી તે પુરુષે પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ વૃષ્ટિ કર્તવ્ય છે.
પામ્યું નથી, ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધચૈતન્ય સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું. તે અદ્દભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે.
નિર્વિકલ્પ.