________________
પ્રથમવૃત્તિની પ્રસ્તાવના “પરમ સુખસ્વરૂપ પરમેષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષોને નમસ્કાર.”
"देहाभिमाने गलिते विज्ञातें परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ॥
–દદશ્યવિવેક “હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુખી એ વગેરે પ્રકારથી રહેલું અભિમાન, તે જેનું ગલિત થયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણે છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.
શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે તે અનુભવ જ્ઞાને જોતાં પરમ સત્ય છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મેહબુદ્ધિ રહે છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.