________________
સમાધિ–સાધના
પેાતાના કર્તવ્યોનું ફળ તા મરણ થયે જ મળે છે, પોતે સર્વ જીવાની રક્ષારૂપ અભયદાન દીધું છે, રાગદ્વેષ કામ ક્રોધાદિનો નાશ કરી અસત્ય, અન્યાય, કુશીલ, પરધનહરણના ત્યાગ કરી, સંતાષ ધારણ કરી પોતાના આત્માને અભયદાન દ્વીધું છે; ભક્તિ, ભજન, સ્વાધ્યાય. સત્સંગ આદિ ધર્મકરણીથી આત્માને ઉજ્જવળ કર્યાં છે, તેનું ફળ સ્વર્ગલાક સિવાય ક્યાં ભાગવાય ? સ્વર્ગલેાકનાં સુખ મૃત્યુ નામના મિત્રની કૃપાથી જ મળે છે. તેથી મરણુ જેવા આ જીવને ઉપકાર કરનાર કોઇ મિત્ર નથી. મરણ ન આવે તે અહી મનુષ્યભવમાં જીર્ણ થયેલા દેહમાં અનેક પ્રકારનાં દુ:ખ ભોગવતાં કેટલા બધા કાળ રહેવું પડત ? આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરીને તિર્યંચ કે નરક ગતિમાં જાત! તેથી હવે મરણના ભયથી દેહ, કુટુંબ, પરિગ્રહ ઉપરની મમતાથી ચિંતામણિ કે કલ્પવૃક્ષ સમાન સમાધિમરણ બગાડીને, ભય સહિત, મમતા સહિત મરણ કરીને દુર્ગતિમાં ભટક્યા કરવું યાગ્ય નથી.
૧૫
आगर्भात् दुःखसंतप्तः प्रक्षिप्तो देहपंजरे । नात्मा विमुच्यतेऽन्येन मृत्युभूमिपति विना ॥५॥ ગર્ભમાં આવ્યો ત્યારથી આ માશું આત્મા કર્મરૂપી શત્રુવડે દેહરૂપી પિંજરામાં કેન્દ્રીની માફક પુરાયેલા ક્ષુધા, તૃષા, આધિ, વ્યાધિ આદિ પીડાઓથી સંતાપ પામી દુઃખી દુ:ખી થઈ રહ્યો છે. તેને આ દુઃખદ સ્થિતિમાંથી મૃત્યુરૂપ રાજા વિના બીજો કાણુ છેોડાવવા સમર્થ છે ?
આ કૃતઘ્ર દેહું મારા સાચા આત્મસ્વરૂપને ભુલાવી, પરમાં અહંતા મમતા કરાવી, અનંત સંસાર પરિભ્રમણનાં દુઃખનું કારણ બને છે. તેથી હવે મારા સ્વરૂપના જ્ઞાન સહિત,