________________
સમાધિ-સાધના
શરીરાદિ ન્યારાં સકલ જડમાં સ્વાત્મમતિ એ, અનાદિ ભ્રાંતિને પરિહરી સ્વરૂપે સુરતિ જે; ઉરે શી જાગૃતિ ! પ્રગટ સ્વરૂપે માત્ર રમવા ! જ્વલંતી ચિવૃત્તિ અવર પરિણતિથી વિરમવા ! તજી કાયા માયા સહેજ નિજ ચિદ્રુપ વિલસ્યા, સદા સ્વાનુભૂતિ પીયૂષરસમાં મગ્ન ઉલસ્યા; વૃશિ રતિ વૃત્તિ સ્વરૂપ શિવાગે ભવ તર્યો, સમાધિ આધિનું સદન સહેજાત્મા મહી ઠર્યો. ઉરે જાગી જ્યેાતિ પ્રગટ નિજ સ્વાનુભવતણી, વિભાવાની સ્હેજે વિરમી ગઈ સંપૂર્ણ રજની; દશા શી સ્વાત્માની જળહળ પ્રકાશે ઝલકતી ! અવિદ્યા અંધારું મુજ હરી ક્રિયા પંચમતિ. હરિગીત છંદ
પંચમ ગતિ મુજ સાધવા, ગુરુ રાજચંદ્ર ઉરે ધરું, જ્ઞાની–દશા અદ્ભુત વિદેહી ! જીવન્મુક્ત સદા સ્મરું; જલકમલવત નિલે ૫ એ, માહાદિ કર્મ કલંકથી, સહેજાત્મમાં જ નિમગ્ન નિશદિન, ઉદાસીન ભવપંકથી. ઐશ્વર્ય સિદ્ધિ શક્તિ સુખ, જ્ઞાનાદિ જે સહજાત્મમાં, જેવી અનંતી રિદ્ધિ ત્યાં, તેવી નહી' કંઈ અન્યમાં; જગના પદાર્થો તુચ્છ આત્માની ન તાલે અલ્પ એ, તેથી ટળી આસક્તિ ઉરમાં, ઉદાસીન નિલે પ એ, મૂર્તિ ઉદાસીનતાતણી વૈરાગ્યજ્ઞાનતણી ધૃતિ, મુજ ઉર વિષે ઝલકી રહેા, સહજાત્મતત્ત્વ પ્રકાશતી; ચૈતન્ય શુદ્ધ પ્રમુદ્ધ હું, દેહાદિથી ન્યારા સદા, આધિ સમાધિ સહેજપદને સાદું તુજ ચરણે મુદ્દા.
૨૯૯