________________
૨૬૨
સમાધિ માધના
તે જાણું જાગે, અત્ર આવે, અત્ર સ્થાન તમારું આ, ચૈતન્ય ધાતુ શુદ્ધ નિજ રસભારથી સ્થિર ન્યારું આ. ૧૩૮ પદ એકમાત્ર સુસ્વાદ્ય એ, અસ્થાન વિપદાનું જ છે, પદ અન્ય તેની આગળ, ભાસે અપદ સમ સર્વ તે. ૧૩૯ લે એક જ્ઞાયકભાવથી ભરપૂર સ્વાદ મહાન જ્યાં, નિજ વસ્તુ અનુભવ સ્વાદથી પર કદ્ધ સ્વાદ ન શકય ત્યાં; આત્માનુભવના સ્વાદવશ પર જ્ઞાન ઉદય ઉવેખતા, સામાન્ય જ્ઞાનાસ્વાદથી પર જ્ઞાન એકરૂપે થતાં. ૧૪૦ કરી પાન સર્વ પદાર્થ વ્રજરાસભારેથી અતિ મત્ત જે, નિર્મળ અતિ અતિ જ્ઞાન પર્યાયે સ્વયં જ્યાં ઊછળે; ચૈતન્ય રત્નાકર અતિ અદ્દભુત નિધિ ભગવાન તે, નિજ જ્ઞાન કેવળ એક રસધારી અનેકરૂપે થતું. ૧૪૧ દુષ્કર કરી કર્મો સ્વયં ક્લેશિત શિવઉભુખ ! વળી અન્ય મહાવ્રત તેમ તપના ભારથી કદી ભગ્ન હો ! સાક્ષાત મુક્તિ આ નિરામય સ્વયં જ્ઞાન અનુભૂતિ, તે જ્ઞાન ગુણ વિણ જ્ઞાનપ્રાપ્તિ શકય ન પરને થતી. ૧૪૨ આ જ્ઞાનપદ દુઃપ્રાપ્ય છે, કર્મો વડે જી અરે ! તે સહજ જ્ઞાન તણી કળાએ સુલભ જાણે તે ખરે, માટે જગત જીવે હવે તે સ્વરૂપજ્ઞાન કળા બળે, નિજ સ્વરૂપ અનુભવ યત્ન આદર સતત તે પદ મળે. ૧૪૩ ચૈતન્યમાત્ર સ્વરૂપી ચિંતામણિ સ્વયં આ ભાસતે, અદ્ભુત શક્તિ અચિંત્ય સ્વરૂપી દેવ પિતે રાજો; સહજાત્મરૂપે, સિદ્ધ જેના સર્વ અર્થ થયા ખરે, તે જ્ઞાની વાંછે અન્ય નહી, પર પરિગ્રહ શું ઘરે ? ૧૪૪