________________
સમાધિ-સાધના
જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યાની છે સકળ જગત હિતકારિણી હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષચારિણું પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે, અહે! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણે તેણે જાણી છે.
શ્રી સદગુરુ ભક્તિ રહસ્ય
(દોહરા ) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણે વિશ્વાસ ઉઠ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગને, નથી સત્સવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકું? એ નથી વિવેક ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. ૫