________________
અહે સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ,
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ
અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં
કારણભૂત :– અંતે અગી સ્વભાવ પ્રગટ કરી
પરમ અવ્યાબાધ સ્વરૂપમાં , સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તે, જયવંત વર્તો.
–શ્રીમદ્ રાજચંદ્ર