SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ગદષ્ટિ સમુચ્ચય વિવેચન–ગુરુ દ્વારા મેક્ષને મેળવી આપનારા યોગના બીજે શ્રવણ કર્યા તે ખરાં, પણ જ્યાં સુધી શ્રદ્ધાપૂર્વક તે બીજેનો હૃદયપૂર્વક અંતરથી નિશ્ચય ન કર્યો હોય ત્યાં સુધી બધું નકામું. માટે અંતરથી શ્રદ્ધાપૂર્વક તેને નિશ્ચય કરે. એવમેતતું ” એ કહેલ વાત બરાબર છે. અંતરની શંકાને દૂર કરી સ્થિર ભાવથી વિશ્વાસ કરે, એ પણ યોગનું બીજ છે. વિશ્વાસ કર્યો પણ જ્યાં સુધી એ વાતને આચરણમાં મૂકવામાં ન આવે, ત્યાં સુધી વિશ્વાસ કર્યો તે પણ નકામે છે. માટે એ બીજેની ક્રિયાને આચરવી. ફળ મળવાની ઉત્સુકતા વિના શુદ્ધ પ્રયત્ન કરે. જે વડે સ્વર્ગાદિ સુખ પ્રાપ્ત થઈ પરિણામે પરિશુદ્ધ મેક્ષ પ્રાપ્ત થાય છે. ૨૯ એ ભેગના બીજે કયારે પ્રાપ્ત થાય તે કહે છે એતદ્ ભાવ મલે ક્ષીણે પ્રભૂતે જાયતે નૃણામ ! કરેત્યવ્યક્ત ચૈતન્ય મહકાય ન યત કથિત સગા વિવેચન–પૂર્વોક્ત યુગના બીજા જ્યારે કર્મરૂપ ભાવમળ ઘણે ક્ષીણ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. આ જીવે ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતા પુદ્ગલ-પરાવર્તને કર્યા છે. તેમ છતાં હજુ સુધી મેક્ષમાર્ગ પ્રાપ્ત થયો નથી. આ પુદ્ગલ પરાવર્તને-જીવને કર્મની સ્થિતિને કાળ ઘણે ખરે ક્ષય થાય અને માત્ર એક પુદ્ગલ પરાવર્તન જેટલે કાળ મેક્ષ જવાને માટે જ્યારે બાકી રહે છે, ત્યારે આ જીવ ઉપરોક્ત ગન બીજે મનુષ્ય ગતિમાં મેળવી શકે છે. પ્રાયે કરીને મનુષ્યો જ તેના અધિકારી ગણાય છે. કારણ કે અવ્યક્ત ચૈતન્ય-હિતાહિત જાણવાને વિવેકશન્ય એ બાળ, ચતુર્ગતિ
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy