SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિ સમુચ્ચય ગ્ય જેમાં સંવેગ રૂપ માધુર્યતા ઉત્પન્ન થાય છે પણ નલાદિ–વંશગાંઠ–ઘાસ કે જે શેરડીના વાઢમાં ઉગે છે, પણ તેમાં માધુર્યતાની ગંધ પણ આવતી નથી. આ નવઘાંસ જેવા અભવ્ય જ હોય છે, કે જેમાં ક્યારેય પણ સંવેગ રૂ૫ માધુર્યતા આવવાની નથી. આ કથનથી એ સમજવાનું છે કે આત્મા પરિણમી છે, જુદા જુદા નિમિત્તોને પામી તેમાં પરિવર્તન થાય છે, મિથ્યાત્વ દશામાં માધુર્યતા વગરને આ જીવ પ્રથમ હતું, પણ પાછળથી સારા સારા સંગે મળવાથી માધુર્યતા રૂ૫ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. પણ સાંખ્યદર્શનકાર આત્માને વ્યાપક અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવી કુટસ્થ અને અપરિણમી માને છે. આ સર્વવ્યાપક અને કુટસ્થ એક સ્વરૂપ આત્માની અંદર પરિણામી ધર્મ-પલટનધર્મ ન હોવાથી, તેમ જ બૌદ્ધ, દર્શનમાં આત્માને ક્ષણિક-એક ક્ષણની સ્થિતિવાળો માનવાથી આ દષ્ટિના ભેદે તેઓમાં ઘટી શકે નહિ. પરિણમનધર્મ નિત્યાનિત્ય આત્માને માનવામા આવે તે જ ઘટી શકે. પણ એકાંત નિત્ય અને એકાંત અનિત્ય આત્મામાં કદી ઘટી શકે નહિ. આ દૃષ્ટિએ સર્વ ગદર્શનેને સાધારણ છે. આ દષ્ટિએ જેવા પ્રકારના જીવેને જેવી રીતે હોય તેવી રીતે બતાવવામાં આવશે ૧૫. મિત્રાદિ દષ્ટિએ કેને હેય તે જણાવે છે. યમાદિગયુતાનાં ખેદાદિપરિહારતા અષાદિ ગુણસ્થાન ક્રમેëષા સતાં મતા
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy