SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સ્વાનુભૂતિ હૃદય ૬૦ સેંકડમાં આઠ સેંકડ વિકાસ (expand) પામે છે, આઠ સેકંડ (contract) સંકોચવામાં, અને બાકીની ૪૪ સેંકડ સકેચ-વિકાસ વચ્ચેની આરામ કરવાની દશામાં કાઢે છે. આ રીતે કાર્ય કરતાં કરતાં સાડાત્રણ ગણા આરામ હૃદય કરે છે તે જીવનભરમાં સાડાપાંચ અબજ વાર ધમકી શકે છે. નહિ તે સ્નાયુના લેાચા જેવા હૃદયની શી તાકાત કે આટલું ટકી શકે. સ્નાયુઓને નૈસર્ગિક સ્થિતિમાં મૂકીને આરામ કરવાની પદ્ધતિ પશ્ચિમની છે કારણ તેઓ દેહને જ સર્વાંસ્વ માને છે. જૈન ધર્મ આરામ-Relaxation એક સર્વોત્તમ અને મહાન પદ્ધતિ જગતને ભેટ આપી અને તે પદ્ધતિ છે અન્યત્વભાવનાની. હું આ જગતથી સથા ભિન્ન છું, મને કશુ જ સ્પર્શી શકતું નથી, દુનિયાના પદાર્થોં ને તેની સાથે સંકળાયેલ ભય ને ચિંતા મારામાં પ્રવેશી શકતા નથી. આ જાતની દૃઢ માન્યતા તે મેટામાં મેટો માનસિક આરામ–Relaxation છે. જેને જીવનનુ' ઊંડાણ શેાધવું છે, ચેતનનું રહસ્ય પામવુ' છે તેને માટે સાચા આરામ ને સ્મૃતિ–તાજગી મેળવવાની આ જ સાચી રીત છે. ‘આ હુ' નથી ને આ બધું મારું' નથી’ આ પ્રતીતિ જીવનનો થાક ન ગ્લાનિ ઉતારી દેશે અને મન અપૂર્વ સ્મૃતિ ને તાજગી પામશે. શરીરને રાગ થાય તે અન્યસ્વભાવનાને ચિંતક કહેશેઃ ‘મારે શુ? શરીરને અને મારે શું? હું તો કોઈક જુદો જ છું.' માલમિલકત ચારાઈ જાય તા તે વિચારશેઃ ધન મારુ' નથી. જે મારુ' નથી
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy