SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાનુભૂતિ વિસ વર્ષથી હું રીયાઝ કરું છું એક પણ દિવસ હું ચૂક નથી. સંગીતની મારી સાધના છે. માત્ર ચલણ નેટેથી મારું સંગીત ખરીદાતું નથી કારણ મારા હૃદયની તમામ આગ અને જીવનસત્ત્વનું છેલ્લું બિંદુ તેમાં મેં રેડ્યું છે” પેલા ગરીબ બિચારા ઉમરાવને શું ખબર કે સાધના શી વસ્તુ છે ? કેટકેટલાં કારમાં મંથન ને મથામણ પછી-કેટકેટલા આત્મભોગ વડે ધ્યેય સાકાર થાય છે. અન્યત્વભાવનામાં જે ભાવનો શબ્દ છે તે આવી સાધના બતાવે છે. હું કોણ છે?” એ સ્વાનુભૂતિ માટેની ફનાગીરી તે આ ભાવનો શબ્દમાં છે. સાધના કે ભાવના તે આવી ઉમદા વસ્તુ છે. સાધના કયારેય પૂછતી નથી કે મને મહેનતાણું શું મળશે? કેટલા અવધ મારે ઓળંગવાના છે? મારી મજલ કેટલી લાંબી છે? આ બધું સાધના પૂછતી નથી. ધ્યેય પ્રત્યે તે અકળ આકર્ષણ અનુભવે છે અને તેમાંથી તેની અખલિત ગતિ ઉત્પન્ન થાય છે. સાધના નફા-નુકસાનનો હિસાબ નથી કરતી. સાધના તો એક જ વસ્તુ જાણે છે કે ધ્યેય વિના તે જીવી નહિ શકે; અને તેથી જ તે ધ્યેયની સતત નજીક જવા મથી રહે છે. મરવું ને કુરબાન થવું તે સાધના માટે આકરું નથી, પણ ધ્યેયથી વિખૂટું પડવું તે તેના માટે અશક્ય છે. આની સાધનાનું બીજું નામ ભાવના છે. હું આ સંસારપદાર્થોથી સર્વથા ભિન્ન છું એવી પ્રતીતિ માટે થતી સાધના તે છે અન્યત્વભાવનાનું આચરણ આરાધના-સાધનાનું બીજું નામ જ ભાવના.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy