SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવ સ્વાનુભૂતિ છે તે હાડકાં ખખડે છે––જાણે સગડી ઘસડતા હોય, તે અવાજ આવે છે–આવું વર્ણન શાસ્ત્રમાં આવે છે. દેહને આત્માનું સ્વને પરનું–જીવને પુદ્ગલનું પૃથક્કરણ તેઓ કરી શક્યા તે જ આ શકય બન્યું. અન્યત્વભાવનાને જ પ્રભાવ તેમના જીવનને ઉન્નત કરવામાં સહાયક થયો. સર્વ ધર્મના સંતમહાત્માઓમાં આ રીતે અન્યત્વભાવના પ્રભાવ નાખી રહી છે. ભગવાન બુદ્ધ શ્રાવસ્તીના જેતવનમાં આમ્રઘટા નીચે બેઠા છે. વર્તુળાકારે નીચે શિષ્ય પરિવાર નતમસ્તકે બેઠો છે. બુદ્ધને મુખકમળ પર અવિચલ શાંતિ છે. આ શાંતિ એવી તે ઊંડી છે કે જેમાં પાપીઓનાં પાપ પણ તરી શકે. તેમની આંખમાં ઊંડી વેદના હતી, કારણ દુનિયાનું દુઃખ તેમણે પિતાનું માન્યું હતું, આનંદ પણ હતું, કારણ દુનિયાના દુઃખને અંત લાવે તેવી વસ્તુમાં તેઓ માનતા હતા. ગુરુદેવની ઉપદેશધારા ઝીલવા શિષ્ય તૈયાર થઈ બેઠા હતા. ત્યાં તે નજીકના વૃક્ષ પર એક કઠિયારાએ કુહાડાથી ઘા કરવા શરૂ કર્યા. બુદ્ધનાં મૃદુ વચને સાંભળવાની અપેક્ષા રાખતા શિષ્યને કુહાડાના ઘાને અવાજ કર્ણકટુ લાગે–જાણે કે બુલબુલના ગાનને બદલે ગભનાદ સાંભળવા મળે ! બુદ્ધ આ બધું સમજતા હતા તેથી મૃદુતાથી હસ્યા. આવા રેજના પ્રસંગમાંથી તત્ત્વજ્ઞાન ઊભું કરવા તેઓ ટેવાયા હતા તેથી બોલ્યાઃ “હે આનંદ! આ વૃક્ષ પર કઠિયારે ઘા કરે તેથી તેને વેદના થાય છે ?” કવિ હતા તેથી જ માંથી તરત
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy