________________
આત્મબોધ
ચારિત્ર એટલે વિકારને ત્યાગ. ૯૪. ચારિત્ર એટલે કેઘને ત્યાગ. ૫. ચારિત્ર એટલે મદને ત્યાગ. ૯૬. ચારિત્ર એટલે મેહને ત્યાગ. ૯૭. ચારિત્ર એટલે ભયને ત્યાગ. ૯૮. ચારિત્ર એટલે લેભને ત્યાગ. ૯. ચારિત્ર એટલે પટને ત્યાગ. ૧૦૦. ચારિત્ર એટલે મત્સરને ત્યાગ. ૧૦૧. હું સર્વ વિશ્વને શહેનશાહ છું. ૧૦૨.
જ્યાં બધું મારું છે ત્યાં આટલામાં શી મમતા? ૧૦૩.
હું મન-બુદ્ધિ-પ્રાણ-ઈન્દ્રિયેને સ્વામી છું, એમને જે હુકમ કરું તે એ કરે, પછી પરતંત્રતા શી? ૧૦૪.
હું સત્યમય છું; પછી જૂઠ, પ્રપંચ શાં? ૧૦૫. હું ચૈતન્ય છું, પછી કાયા-માયા શી? ૧૦૬. હું આનંદમય છું, પછી હર્ષ, શેક શા? ૧૦૭.
હું નિરંજન, નિરાકાર છું, પછી કર્મ અને સંસાર શો ? ૧૦૮,
હું શાંત સમાધિમય છું, પછી ત્રિવિધ તાપ શા ? ૧૯. હું અજર છું–અમર છું, પછી જન્મ મરણ શાં? ૧૧૦.