________________
આત્મ પ્રબોધક ભાવનાઓ.
(૩) શાસ્ત્રમાં પ્રભુએ કહ્યું છે કે છકાયના જીને મન, વચન, કાયાથી દુઃખ આપવાથી દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ જ દુઃખદાયી પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. પ્રતિકૂળ સંયેગ મળે છે, તથા છકાયના જીવને દુઃખ ન આપવાથી તથા તેને શાતા ઉપજાવવાથી સુખ મળે છે અને સુખદાતા સંગ મળે છે.
હિંસાદી ૧૮ પાપને મન, વચન, શરીરથી સેવન કરવાથી, સેવન કરાવવાથી, તેને ભલું જાણવાથી તીવ્ર દુઃખ અને અશાતા વેદની કર્મ બંધાય છે, અને ૧૮ પાપને મન, વચન, કાયાથી ત્યાગ કરવાથી અતિશય નિર્મળ સુખદાતા શાતાવેદનીય કર્મ બંધાય છે, અને આત્મધ્યાન કરવાથી બાધા પીડા રહિત શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે.
(૪) શરીર જડ છે, આત્માથી ભિન્ન છે, રેગ શરીર પર અસર કરે છે, પણ આત્માને કંઈપણ હાનિ કરી શકે તેમ નથી. કારણ આત્મા અરૂપી, અરેગી, અજર, અમર છે. શરીર પરના મમત્વને લઈને જ મને દુઃખ થાય છે માટે મારું કર્તવ્ય એ છે કે શરીરને મેહ મમત્વ ત્યાગીને મારા અવિનાશી સુખને ભેંકતા બનું. દેહ–રોગ પીડે દેહને, નહિ જીવને ખાસ;
ઘર બળે અગ્નિ થકી, નહિ ઘરને આકાશ. એવા આત્મિક વિચાર કરી ચિંતા, શોક, ભયથી રહિત થઈને પરમાનંદને અનુભવ કરે.
(૫) અશાતા વેદની, દુઃખ વગેરે પૂર્વકૃત પાપને નાશ