________________
ઇષ્ટપદેશ અને તેથી તેને આધ્યાત્મ પ્રવૃત્તિ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ આવતું નથી, અને રુચિ સિવાય અન્ય પ્રવૃત્તિ તેમને કેમ સંભવે ? ૪૩. 1 અન્ય કેઈ બીજી પ્રવૃત્તિ નથી કરતા ત્યારે શું થાય છે, તે હવે આગળ આચાર્ય બતાવે છે –
આત્મધ્યાનમાં લીન એવા ગીગણ આધ્યાત્મથી ભિન્ન અન્ય કઈ પ્રવૃત્તિ કરતા નથી. તેથી આત્માથી અન્ય ભિન્ન શરીરાદિની શુભાશુભ વિચાર વિશેષથી અનભિન્ન રહે છે. અન્યપર વસ્તુઓને વિચાર ન કરવાથી તેમને રાગદ્વેષ ઉત્પન્ન થતો નથી. તેથી જેટલે અંશે રાગાત્મક વૃત્તિઓ રોકાય છે, તેટલી અબંધ દશા થાય છે અને પૂર્વકર્મની નિર્જરા થાય છે. ૪૪.
શરીર વગેરે અન્ય તે અન્ય જ છે, અને તેથી તેના વડે દુખ ઊપજે છે. આત્મા આત્મા જ છે, તેથી તેના વડે સુખ ઊપજે છે, તેથી મહાત્માઓ પિતાના આત્માને માટે જ સર્વ પ્રવૃત્તિ કરે છે. શરીર વગેરે જડ સ્વરૂપ છે, અને તે આત્માથી ભિન્ન છે, પરંતુ અજ્ઞાની મનુષ્ય તેમાં સ્વત્વની કલ્પના કરે છે, તેથી તેના વિયેગ સમયે દુઃખી થાય છે. - જે પદાર્થને સંગ થાય છે, તેને અવશ્ય વિગ પણ થાય છે જ. અને અજ્ઞ જન પિતાના માની લીધેલા એવા પદાર્થોના સંગથી હષિત અને વિયેગથી અત્યંત દુઃખી થાય છે, અને વિલાપ કરે છે.
પરંતુ આત્મ-પદાર્થ ચૈતન્ય સ્વરૂપ છે. અને આત્મસાધનાથી સ્વાધીન નિરાકુળ આત્મસુખની પ્રાપ્તિ થાય છે. તેથી તીર્થકર