________________
ઇષ્ટપદેશ
તત્વજ્ઞાની જીવ કેઈપણ ઉપાયે તત્વજ્ઞાનને ત્યાગી અગ્રતા પ્રાપ્ત કરતું નથી, તેમ અજ્ઞ જીવ, અભવ્ય આદિ જીવ હજારો ધર્મોપદેશથી પણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. ગુરુ આદિ કે શત્રુ, મિત્ર આદિ તેમાં વ્યવહારથી નિમિત્ત માત્ર જ છે. પરમાર્થથી વાસ્તવમાં કેઈપણ કાર્યનું થવું કે ન થવું તેને આધાર તેની પિતાની યોગ્યતા ઉપર જ રહે છે. ૩૫.
શિષ્ય પૂછે છે કે, અભ્યાસ કેમ કરવો? આચાર્ય કહે છે –
રાગાદિ વિકલ્પથી ઉપજતે ચિત્ત વિક્ષેપ જેણે ઉપ શમાવી દીધું છે, અને જે પિતાના સ્વ–સ્વરૂપમાં સ્થિત થવા માટે એકાન્ત સ્થાનમાં, યોગસાધના માટે યોગ્ય પર્વતની ગુફા આદિમાં આળસ, નિદ્રા, પ્રમાદ, વગેરે દૂર કરીને અભ્યાસ કરે. ૩૬.
શિષ્ય–ભગવન્! યેગીને સ્વાનુભૂતિ થઈ રહી છે, તેની તેને કેમ ખબર પડે? અને એની હર એક ક્ષણમાં ઉન્નતિ થઈ રહી છે એ પણ કેમ જાણી શકાય ?
આચાર્ય કહે છે –
જેમ જેમ સ્વાનુભવથી, સ્વસંવેદનથી, શુદ્ધાત્મ સ્વરૂપ પ્રકાશતું જાય છે, સન્મુખ આવતું જાય છે, તેમ તેમ અનાપાસે પ્રાપ્ત થયેલા ભેગમાં પણ તેની રુચિ, પ્રીતિ તથા આદર રહેતો નથી. તેના અંતરમાં ભેગેછા ઉત્પન્ન થતી નથી. ૩૭.