________________
૧૭
ઇબ્દોપદેશ જ્ઞાન વડે જાણે છે, અને પરને પણ જાણે છે. માટે ચિંતા જાળને છોડીને સ્વ-સંવેદન જ્ઞાનથી તેને જાણે કે જે તમારી અંદર જ સ્થિત છે. મનને એકાગ્ર કરી ચક્ષુ આદિ ઈન્દ્રિયોને પિતતાના વિષયમાંથી હટાવીને સ્વાત્માની તેના ગુણેની ભાવના કરવી તેમાં જ મનને લય કરે. જે કઈ શ્રત ભાવનાનું કાલ્પનિક ભયથી આવલંબન નથી લેતે તે આત્મવિષયમાં અવશ્ય મેહ પામે છે, અને બાહ્ય ચિંતાને ધારણ કરે છે. (પર વસ્તુના અશુભ ધ્યાનમાં પડી જાય છે.) ૨૨.
શિષ્ય-આત્માની ઉપાસના કરવાથી શું લાભ થાય છે? આચાર્ય જવાબ આપે છે કે –
અજ્ઞાન એટલે આત્મજ્ઞાન વિહિન પરદ્રવ્યને પિતાનું માનનાર મનુષ્ય અને એવા ગુરુ આદિની ઉપાસના કરવાથી મહાદિ વિશ્વમ મિથ્યાત્વ જ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આત્મજ્ઞાની ગુરુ અને આત્માની ઉપાસના કરવાથી વિવેકગુણની પ્રાપ્તિ થાય છે. સ્વપરને વિવેક તે જ જ્ઞાન છે. તે જ્ઞાનનું ફળ અવિનાશી જ્ઞાન પ્રાપ્ત થયું તે જ છે, એમ નિશ્ચયથી જાણે. અહો ! આ મેહનું જ મહામ્ય છે કે, જેથી જ્ઞાનને છેડીને બીજા અનેકવિધ લાભે અજ્ઞ જન દ્વારા કરવામાં આવે છે. માટે હે ભદ્ર ! જ્ઞાનીની ઉપાસના કરીને જેની સ્વ–પર વિવેકરૂપી જ્યોતિ પ્રગટ થઈ છે, એવા આત્મા દ્વારા જ આત્માને જ ઉપાસ. અનન્ય શરણ બનીને આત્મભાવના કરવી જોઈએ. ર૩.
શિષ્ય–આધ્યાત્મ જ્ઞાનીને શું ફળ મળે છે?