________________
૭૨ : સ્વાધ્યાય સંચય
પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે, ખાઉં ખાઉં દુ:ખદાઈને; અરે! રાજચંદ્ર તોય, જીવ કાવાદાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. ૩ થઈ ક્ષીણ નાડી, અવાચક જેવો રહ્યો પડી, જીવન-દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઇસે પડયો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો, ખીજી બુદ્દે સૂચવ્યું છે, બોલ્યા વિના બેસ, બાળ તારી ચતુરાઈને. અરે! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો? જતાં ગઈ નહીં ડોસે મમતા મરાઈને! ૪
વિ. સં. ૧૯૪૧
પૂર્ણાલિકા મંગલ તપાધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સોમ રહી સુહાય, મહાન તે મંગલ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખાતા, વિયોગ ત્યાગ કેવળ મંદ પામે, સ્વરૂપે સિદ્ધ વિચરી વિરામે.
ભાવનાઓ
અનિત્ય ભાવના વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ.
વિશેષાર્થ : લક્ષ્મી વીજળી જેવી છે. વીજળી ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર