________________
સ્વાધ્યાય સંચય : ૭૧
સંયબીજ ઊગે નહિ અંદર,
જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતારુ.
તૃષ્ણાની વિચિત્રતા હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને, અહો! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને. ૧ કરચલી પડી દાઢી, ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિશે, શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવું સાંભળવું ને, દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત-આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ; અરે! રાજચંદ્ર એમ, યુવાની હણાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ. ૨ કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો; પેટતણી વેઠ પણ, શક ન પુરાઈને.