________________
૬૮ : સ્વાધ્યાય સંચય
દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ હીન જેવી, સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી, ભામિની ભળાય છે વદ રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ ચતુરો ચોપથી ચાહી, ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે, પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્માના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વેમથી.” ૪ ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કથું જન કામનું ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫ ધર્મ વિના ધનધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખે ધરે,