________________
૫૬ : સ્વાધ્યાય સંચય
આરતી (૨) જય દેવ, જય દેવ, જય પંચ પરમ પદ સ્વામી,
પ્રભુ પંચ પરમ પદ સ્વામી; મોહાદિક હણ્યાથી (૨) અનંત ગુણધામી. જય દેવ ૦ ૧ લોકાલોક પ્રકાશક, સૂર્ય પ્રગટ જ્ઞાની; પ્રભુ આરતી કરી જીવ પામે (૨) શિવ પદ સુખ ખાણી. જ્ય દેવ - ૨ પહેલી આરતી પ્રભુની, જિજ્ઞાસુ કરતા; પ્રભુ નિજ પદ લક્ષ લહીને (૨) મિથામતિ હરતા. જય દેવ૦ ૩ બીજી આરતી પ્રભુની, સમકિતી કરતા; પ્રભુ પ્રભુ સમ નિજ ચિદ્રપને (૨) અંતર અનુભવતા. જ્ય દેવ ૦ ૪ ત્રીજી આરતી પ્રભુની, શાંત સુધી ઝરતા; પ્રભુ . રત્નત્રય ઉજજવલથી (૨) ધર્મ ધ્યાન ધરતા. જ્ય દેવ ૫ ચોથી આરતી પ્રભુની, શ્રેણી ક્ષપક ચડતા; પ્રભુ શુકલ ધ્યાન વર યોગે, (૨) મોહ શત્રુ હણતા. જય દેવ ૦ ૬ પંચમી આરતી પ્રભુની, કેવલશ્રી વરતા; પ્રભુ ૦ ધન્ય ધન્ય સહજાત્મા, (૨) સિદ્ધિસદન વસતા. જય દેવ - ૭ શુદ્ધ ચિદાત્મની આરતી, આત્માર્થી કરતા, પ્રભુ . શ્રી ગુરુરાજ-કૃપાથી (૨) ભવજલધિ તરતા. જય દેવ - ૮
મંગલ દીવો (૧) દીવો રે દીવો પ્રભુ માંગલિક દીવો,
શ્રીમદ્ સદ્ગુરુ શાશ્વત્ જીવો. દીવો ૧ સમ્ય દર્શન નયન અજવાળે,
કેવલ જ્ઞાન પ્રકાશ નિહાળે. દીવો - ૨