________________
સ્વાધ્યાય સંચય : ૩૭
જ્ઞાનદશા પામ્યો નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહીં. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહીં પરમાર્થને, અન અધિકારી-માંજ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં આત્મ-અર્થ સુખસાજ. ૩૩
આત્માથી લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુકલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગર પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦