________________
૩૬ : સ્વાધ્યાય સંચય
જે સરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહા મોહનીય કર્મથી, બૂડે, ભવજળ માંહીં. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ હોય મતાથ તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
મતાથી લક્ષણ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય; અથવા નિજ કુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્ભયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મતવેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય, લોપે સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯