________________
૩૪ : સ્વાધ્યાય સંચય
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સ્તુતિ પતિત જન પાવની, સૂર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો, જાણતાં જોગિએ, આત્મઅનુભવ વડે આજ દીધી...... હે! પતિત... ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી...... છે! પતિત... ચરોતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી...... છે! પતિત...
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ. ૨ કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ અહીં. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહીં; વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહીં. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન. ૬