________________
૪૪૪ : સ્વાધ્યાય સંચય
પ્રણિપાત સ્તુતિ હે પરમકૃપાળુ દેવ!
જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિ:સ્પૃહ છો, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું.
આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા દયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૧૭) )