________________
૪૦૬ : સ્વાધ્યાય સંચય
કેનાં રે છોરુ, કેનાં રે વાંછ, કેનાં રે માય ને બાપ, અંતકાળે તો જાવું રે એકલા, સાથે તો પુન્ય ને પાપ; ભૂલ્યો છે જેના ઘરે તો નોબત વાજતી, રૂડા રૂડા છત્રીસ રાગ, ખંડેર થઈ તે ખાલી રે પડિયા, કાળા ઊડે છે કાગ; ભૂલ્યો જીવની આશા ડુંગર જેવડી, મરણ પગલાં ને હેઠ, મોટા મોટા તો મરીને ચાલીઆ, લાખો લખપતિ શેઠ, ભૂલ્યો - ઊલટી નદી, પૂર ઊતરી, જાવું છે પેલે પાર, આગળ નીર નહિ મળે માનવડા, જોઈએ તે લેજે હાર; ભૂલ્યો સત્કર્મ સર્વસ્તુ વહોરજો, સદ્ગુરુ સમરણ સાથ, કબીરદાસ, જુહારી નિસાર્યા, લેખું સાહેબને હાથ; ભૂલ્યો -
સમજણ વિના રે સુખ નહીં તુજને રે,
વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય; આપમાં દિશે છે રે આપણો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.... સમજણ ૦ રવિ રવિ કરતાં રે રજની નહીં મટે,
અંધારું તો ઊગ્યા પૂઠે જાય; નિજ રવિ ઊગે રે નિજ ગુરુ જ્ઞાનનો રે,
થનાર જે હોય તે સહજે થાય.... સમજણ ૦
જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ; પ્રેમરસ પીતાં રે તૃષ્ણા તુરત ટળે,
એમ મહાજ્ઞાની બોલે છે મૂર્ખ.... સમજણ ૦