________________
સ્વાધ્યાય સંચય : ૪૦૫
ચાર ગજી ચડ ગજી મંગાયો, ચડયો કાષ્ટ કી ઘોડી; ચારો કોને આગ લગા દી, લૂંક દિયો જૈસે હોરી. હાડ જરે જુએ લાકડી ઔર કેસે જરે જુએ ઘાંસા, સોને જૈસી જરી ગઈ કાયા, કૌઉ ન આયો પાસા રે. જબ તક જીયે માતા રોયે, બહેન રોયે દશ માસા: તેરા દિવસ તક ઢિયાં રોયે, ફિર કરે ઘરવાસા રે. ઘર કી સ્ત્રી ઢુંઢન લાગી, ઢુંઢ ફિરી ચંહુ દિશા રે; કહેત કબીર સુનો ભાઈ સાધુ, જૂઠી જગ કી આશા રે.
૦
વૈરાગ્યપ્રેરક કાવ્યો સત્સંગનો રસ ચાખ પ્રાણી, તું તો સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગશે કડવો ને તીખો, પછી આંબા કેરી સાખ; સત્સંગથી દો ઘડીમાં મુક્તિ, શાસ્ત્ર પૂરે એની સાખ. પ્રાણી તું આ રે કાયાનો ગરવ ન કીજે, અંતે થાવાની છે રાખ. પ્રાણી તું , હસ્તિ ને ઘોડા માલ ખજાનો, કોઈ ન આવે તારી સાથ. પ્રાણી તું , કાચી રે કાયા કોટડી જેવી, ઢળતાં ન લાગે વાર. પ્રાણી તું , કાચો રે કૂંપો જળ ભર્યો રે, ગળતાં ફૂટી જાય પાર. પ્રાણી તું કહત કબીર સુનો ભાઈ સાધુ, એ છે મુક્તિનો દ્વાર. પ્રાણી તું,
૦
૦
૦
૦
૦
મન ઉપદેશ ભૂલ્યો મન ભમરા તું, ભમ્યો દિવસ ને રાત, માયાનાં બાંધેલ પ્રાણીઓ, સમજ્યો નહિ શુદ્ધ વાત; ભૂલ્યો - કુંભ કાચો ને કાયા રે કાચી, જોઈને કરો રે જતન, વણસતાં તો વાર લાગે નહીં, રાખો એ રૂડું રતન. ભૂલ્યો -