________________
૪૦૨ : સ્વાધ્યાય સંચય
રામસભામાં અમે રમવાને
ગ્યા'તા,
પસલી ભરીને રસ પીધો
હરિનો રસ પૂરણ પીધો પહેલો પિયાલો મારા સદ્ગુરુએ પાયો બીજે પિયાલે રંગની રેલી.
ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી, રસબસ એકરૂપ થઈ રસિયા સાથે વાત ન સૂઝે બીજી વાટે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે, મારા મંદિરિયામાં મહાલે. અખંડ હેવાતણ મારા સદ્ગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી. હરિનો રસ પૂરણ પીધો.
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું, નિદ્રાને પરહરિ સમરવા શ્રી હરિ,
એક તું એક તું એમ કહેવું. જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા, વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા.