________________
૩૯૮: સ્વાધ્યાય સંચય
-દૂર કાં પ્રભુ! દોડ તું, મારે રમત રમવી નથી; આ નયનબંધન છોડ તું, મારે રમત રમવી નથી. ટેક , પ્યાસુ પરમ-રસનો સદા, શોધું પરમ-રસ રૂપને; અનુભવ મને અવળો થયો, એવી રમત રમવી નથી. હાં . દૂર ૦ ૧ –બાંધી નયન બંધન મને, મૂક્યો વિષમ મેદાનમાં અદૃશ્ય થઈ અળગા રહ્યા, એવી રમત રમવી નથી. ભારે વિષમ પથ ભટકવું, બહુ નયનને બાંધી કરી, આવી અકારી રમતને, મારે હવે રમવી નથી. હાં . દૂર છે –અથડાવું છે ક્યાં લગી, બાંધી નયનનાં બંધનો; આરો ન આવે તો પછી, એવી રમત રમવી નથી. તું “આવ આવ અવાજ કરતો, એ તરફ આવી શકું; વિણ લક્ષ્ય અથડાવા તણી, મારે રમત રમવી નથી. હાં દૂર૦ ૩ – તું આવીને ઉત્સાહ દે, કાં ફેંક કિરણ પ્રકાશનાં, આ લક્ષ્મ વિણ રખડી મર્યાની, રમતને રમવી નથી. હે તાત! તાપ અમાપ આ, તાવી રહ્યા છે ત્રિવિધના; એ તાપ માંહે તપી મર્યાની, આ રમત રમવી નથી. હાં . દૂર ૦ ૪ –નથી સહન કરી શકતો પ્રભુ તારા! વિરહની વેદના; હે દેવ! તુજ દરશન વિના, મારે રમત રમવી નથી. નથી સમજ પડતી શ્રીહરિ, કઈ જાતની આ રમત છે; ગભરાય છે ગાત્રો બધાં, મારે રમત રમવી નથી. હાં . દૂર ૦ ૫ –હોયે રમત ઘડી બે ઘડી, બહુ તો દિવસ બે-ચારની; આ તો અનંતા યુગ ગયા, એવી રમત રમવી નથી. ત્રિભુવનપતિ તુજ નામના, થાક્યો કરી કરી સાદને; સુણતા નથી કેમ ‘સંતશિષ્યને આ રમત રમવી નથી. હાં . દુર ૦ ૬