________________
સ્વાધ્યાય સંચય : ૩૮૫
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ; સાધુની સંગત છોડી દો, તમો વસોને અમારી સાથ. ગોવિંદો ૦ મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ; રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ. ગોવિંદો. વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ; અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ. ગોવિંદો. સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ, રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ ગોવિંદો ૦ ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય; સર્વ છોડીને મીરાં નીસર્યા, જેનું માયામાં મનડું ન કાંય. ગોવિંદો ૦ સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ સંતોષ; જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ. ગોવિંદો. ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય; ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય. ગોવિંદો
પ્રીત પૂરવની રે શું કરું? ઓ રાણાજી, મારી પ્રીત પૂરવની રે શું કરું? હો મેવાડા રાણા, મનડું લોભાણું તેને શું કરું? “ ઓ રાણાજી ૦ રામજી ભજું તો મારું હૈયું ઠંડું થાય; ભોજનિયાં ન ભાવે, નયને નિદલડી ન આય. ઓ રાણાજી ૦ કંઠે માળા દોવડી, મારે શીળવરત શણગાર; કેમ કરી વીસરું રામને? મારા ભવભવનો ભરથાર. ઓ રાણાજી ૦ પેઈઆ બાસંક' ભેજિયા ને દિયા મીરાંને હાથ; હાર ગળામાં નાખિયો ને મહેલ ભયો ઉજાસ. ઓ રાણાજી ૦ ૧. કાળો નાગ ૨. મેહરમ-કૃપાળુ