________________
૩૮૨ : સ્વાધ્યાય સંચય
શ્યામ! મને નિરાધાર કેમ મૂકી? નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી? કોઈ નહીં હું કોણ શું બોલું, સહુ આલંબન ચૂકી (ટૂંકી) શ્યામ ૦ ૧ પ્રાણનાથ તુમે દૂર પધારયા, મૂકી નેહ નિરાશી; જણ જણના નિત્ય પ્રતિ ગુણ ગાતાં, જનમારો કિમ જાસી? શ્યામ ૦ ૨ જેહનો પક્ષ લહીને બોલું, તે મનમાં સુખ આણે; જેહનો પક્ષ મૂકીને બોલું, તે જનમલગે ચિત્ત તાણે. શ્યામ ૦ ૩ વાત તુમહારી મનમાં આવે, કોણ આગળ જઈ બોલું? લલિત ખલિત ખલ જો તે દેખું, આમ માલ ધન ખોલું. શ્યામ ૦ ૪ ઘટે ઘટે છો અંતરજામી, મુજમાં કાં નવિ દેખું; જે દેખું તે નજર ન આવે, ગુણકર વસ્તુ વિશેખું. શ્યામ ૦ ૫ અબધું કેહની વાટડી જોઉં, વિણ અવધે અતિ ખૂ, આનંદઘન પ્રભુ વેગે પધારો, જિમ મન આશા પૂરું. શ્યામ ૦ ૬
યા પુદ્ગલ કા ક્યા વિસવાસા? યા પુદ્ગલ કા ક્યા વિસવાસા, હૈ સુપને કા વાસા રે. યા પુદ્ ચમત્કાર વિજલી દે જૈસા, પાની બીચ પતાસા; યા દેહી કા ગર્વ ન કરના, જંગલ હોયગા વાસા. યા પુત્ ૦ ૧ જૂઠે તન ધન જૂઠે જોબન, જૂઠે હૈ ઘરવાસા, આનંદઘન કહે સબ હી જૂઠ, સાચા શિવપુરવાસા. યા પુ૬ ૦ ૨
અવસર બેહેર બેહેર નહીં આવે બેહેર બેહેર નહીં આવે અવસર, બેહેરે બેહેર નહીં આવે. ન્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવ૦ ૧