________________
૩૭૨ : સ્વાધ્યાય સંચય
સંશયછેદક વીરનો રે, વિરહ તે કેમ ખમાય. જે દીઠે સુખ ઊપજે રે, તે વિણ કેમ રહેવાય રે. વીર ૦ ૫ નિર્ધામક ભવસમુદ્રનો રે, ભવ અટવી સત્યવાહ; તે પરમેશ્વર નવિ મળે રે, કેમ વાધે ઉત્સાહ રે. વીર ૦ ૬ વીર થકાં પર મૃત તણો રે, હતો પરમ આધાર; હવે ઇહાં શ્રુત આધાર છે રે, અહો જિનમુદ્રા સાર રે. વીર ૦ ૭ ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ; સેવો બાવો ભવિ જનારે, જિન પડિમા સુખકંદ રે. વીર ૦ ૮ ગણધર આચારજ મુનિ રે, સહુને એણી પેરે સિદ્ધ; ભવ ભવ આગમસંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે. વીર ૦ ૯
-*
શ્રી દિવાળીનું સ્તવન
(ભગવાન મહાવીર સ્તવન) મારે દિવાળી થઈ આજ, પ્રભમુખ જોવાને, સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુ:ખ ખોવાને; મહાવીર સ્વામી મુગતે પહોંઆ, ગૌતમ કેવળજ્ઞાન રે, ધન્ય અમાવાસ્યા ધન્ય દિવાળી, મહાવીર પ્રભુનિર્વાણ. પ્રભુ - ૧ ચારિત્ર પાળી નિરમળું રે, ટાળ્યા વિષયકષાય રે, એવા મુનિને વંદીએ જે, ઉતારે ભવપાર. પ્રભુ - ૨ બાકુળ વહોરી વીરજીએ, તારી ચંદનબાળા રે કેવળ લઈને મુગતે પહોંઆ, પામ્યા ભવનો પાર. પ્રભુ - ૩ એવા મુનિને વંદીએ જે, પંચ જ્ઞાનને ધરતા રે, સમવસરણે દઈ દેશના પ્રભુ, તાર્યા નર ને નાર. પ્રભુ ૦ ૪