________________
સ્વાધ્યાય સંચય : ૩૭૧
૦
૦
૦
૦
શ્રી વિજયસિહ સૂરીશનો, હું સત્યવિજય પન્યાસ રે; હું શિષ્ય કપૂરવિજય કવિ, હું ચંદકિરણ જસ જાસ રે. હું ૦ પાસ પંચાસરા સાનિધે, હું ખિમાં વિજય ગુરુનામ રે, હું જિનવિજયે કહે મુજ હજો, હું પંચમી તપ પરિણામ રે. હું ૦ ૭
આ કળશ ઈમ વીર લાયક, વિશ્વનાયક, સિદ્ધદાયક સંસ્તવ્યો, પંચમી તપ સંસ્તવન ટોડર, ગૂંથી જિન કંઠે ઠવ્યો; પુણ્ય પાટણ ખેત્રમાંહે, સત્તર ત્રાણું સંવત્સરે, શ્રીપાર્વજન્મ કલ્યાણ દિવસે, સકળ ભવિ મંગળ કરે.
. શ્રી દેવચંદ્રજીકૃત
શ્રી વીરપ્રભુનું દિવાળીનું સ્તવન મારગ દેશક મોક્ષનો રે, કેવળજ્ઞાન નિધાન; ભાવદયા સાગર પ્રભુ રે, પરઉપકારી પ્રધાનો રે. વીર ૦ ૧ વિરપ્રભુ સિદ્ધ થયા રે, સંઘ સકળ આધારો રે. હવે ઇણ ભારતમાં રે, કોણ કરશે ઉપકારો રે. વીર ૦ ૨ નાથ વિહુણું સૈન્ય ક્યું રે, વીર વિહુણો રે સંઘ; સાધે કોણ આધારથી રે, પરમાનંદ અભંગો રે. વીર - ૩ માત વિહુણો બાળ ક્યું રે, અરહો પરહો અથડાય; વીર વિહુણા જીવડા રે, આકુળવ્યાકુળ થાય રે. વીર ૦ ૪