________________
૩૬૬ : સ્વાધ્યાય સંચય
દર્શિત,
કેવળજ્ઞાનાદર્શે લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો.
જગ ચિંતામણિ જગગુરુ, જગહિતકારક જગજનનાથ નમો; ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ ૦૭
એ ૬
અશરણ શરણ નીરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો; બોધિ દિયો અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમો. અ૦ ૮
·*.
(૧૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન મુજને દાસ ગણીજે રાજ, પાર્શ્વજી! અર્જ સુણીજે,
અવસર આજ પૂરીજે રાજ, પાર્શ્વજી અર્થ સુણીજે. (આંકણી) વામાનંદન આનંદન, ચંદન શીતલ ભાવે;
દુ:ખ નિકંદન ગુણે અભિનંદન, કીજે વંદન ભાવેરાજ. પાર્શ્વજી ૧ તુંહી જ સ્વામી અંતરજામી, મુજ મનનો વિસરામી; શિવગતિગામી તું નિષ્કામી, બીજા દેવ વિરામી રાજ, પાર્શ્વજી ૨ મૂતિ તારી મોહનગારી, પ્રાણ થકી પણ પ્યારી;
હું બલિહારી વાર હજારી, મુજને આશ તુમ્હારી રાજ. પાર્શ્વજી ૩
જે એકતારી કરે અતારી (?), લીજે તેહને તારી; પ્રીતિ વિચારી સેવક સારી, દીજે કેમ વિસારી રાજ. પાર્શ્વજી ૪
વિઘન વિડારી સ્વામી સંભારી, પ્રીતિ ખરી મેં ધારી;
શંક નિવારી ભાવ વધારી, વારી તુજ ચરણાંરી રાજ. પાર્શ્વજી ૫ મિલ નર નારી બહુ પરિવારી, પૂજ રચે તુજ સારી; દેવચંદ્ર સાહિબ સુખદાઈ, પૂરો આશા હમારી રાજ, પાર્શ્વજી ૬
*