________________
સ્વાધ્યાય સંચય : ૩૬૫ અનાદિ નિગોદ તે બંધીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાકો. મોહન ૦ ૪ ભવસ્થિતિ કર્મ વિવર લઈ નાઠો, પુણ્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકલૈંદ્રિયપણું ઓળંગી, પંચેદ્રિયપણું લાબો. મોહન - ૫ માનવભવ આરજકુળ સદ્ગ, વિમળબોધ મળ્યો મુજને, ક્રોધાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને. મોહન ૦ ૬ પાટણમાંહે પરમ દયાળુ, જગત્ વિભૂષણ ભેટયા; સત્તર બાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેઢ્યા. મોહન ૭ સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું; ખિમાવિજય જિન ચરણ રમણ સુખ, રાજ પોતાનું લીધું. મોહન ૦ ૮
(૧૫) શ્રી પરમાત્માની સ્તવના અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રીજિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો. અ ૦ ૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અદ્ભુત અતિશય નિધિ,
- પ્રવચન જલધિ મયંક નમો. અ ૦ ૨ તિયણ ભવિયણ જિન મન વંછિયે, પૂરણદેવરસાલ નમો;
લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અ ૦ ૩ સિદ્ધ બુદ્ધ તું જગ જન સજજન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ ૦ ૪ તું તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તુંહી કૃપારસ સિંધુ નમો. અ - ૫ ૧. ચંદ્ર. ૨. દેવતરુ. ૩. કલ્પતરુ