________________
૩૨૪ : સ્વાધ્યાય સંચય
તુમે મતિ જાણો દૂર, જઈ પરદેશ રહ્યારી; છો મુજ ચિત્ત હજૂર, ગુણ સંકેત ગ્રહ્યારી. ૪ ઊગે ભાનું આકાશ, સરવર કમલ હસેરી; દેખી ચંદ્ર ચકોર, પીવા અમીએ ધસેરી. ૫ દૂર થકી પણ તેમ પ્રભુશું ચિત્ત મિળ્યુંરી; શ્રી નવિજય સુશિષ્ય, કહે ગુણ હેજે હિબ્યુરી. ૬
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન સુમતિનાથ દાતાર, કીજે ઓળગ તુમ તણી રે; દીજે શિવસુખ સાર, જાણી ઓળગ જગધણી રે. ૧ અક્ષય ખજાનો તુજ, દેતાં ખોટ લાગે નહિ રે, કિસિ વિમાસણ ગુજજ, જાચક થાકે ઊભા રહી રે. ૨ રયણ ક્રોડ તે દીધ, ઊરણ વિશ્વ તદા કીઓ રે, વાચક યશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓ રે. ૩
(૫) શ્રી વિમલ જિન સ્તવન ધન્ય તું ધન્ય તું ધન્ય જિનરાજ તું,
ધન્ય તુજ શક્તિ વ્યક્તિ સનૂરી; કાર્ય કારણ દશા સહજ ઉપગારતા,
શુદ્ધ કર્તૃત્વ પરિમાણ પૂરી. ધ. ૧ આત્મપ્રભાવ પ્રતિભાસ કારજદશા,
જ્ઞાન અવિભાગ પર્યાય પ્રવૃત્તેિ; એમ ગુણ સર્વ નિજ કાર્ય સાથે પ્રગટ,
જ્ઞયદેશ્યાદિ કારણ નિમિત્તે. ધ૦ ૨