SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૨૫ ભક્તિ ગુણે ભરમાવી, હો સમજાવી પ્રભુજીને ભોળવી, કાંઈ દેખું દય મોઝાર; તો કહેજો સાબાશી, હો પ્રભુ ભાસી જાણી સેવતા, કાંઈ એ અમચો એક તાર. અ - ૫ પાણી ખીરને મેળે, હો કણ ખેલે એકાંત હોઈ રહું, કાંઈ નહીં રે મિલનનો જોગ; જો પ્રભુ દેખું નયણે, હો કહી વયણે સમજાવું સહી, કાંઈ તે ન મિલે સંજોગ. અ ૦ ૬ મનમેળ કિમ રીઝે, તો શું કીજે અંતરાય એવડો, - કાંઈ નિપટ નહેજો નાથ; સાતરાજને અંતે, હો કીણ પાખે તે આવીને મળું, કાંઈ વિકટ.. તુમારોજી પાથ. અ ૦ ૭. ઓળગ એ અનુભવની હો મુજ મનની વાર્તા સાંભળી; કાંઈ કીજે આજે નિવાજ; રૂપ વિબુધનો મોહન હો મનમોહન સાંભળ વિનતિ, કાંઈ દીજે શિવપુર રાજ. અ ૦ ૮ _જ_ ઓગણીસમા મલ્લિનાથજી (૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન સેવક કિમ અવગણિયે, હો મલ્લિજિન, એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી. હો મ. ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દશા રિસાવી, જાતાં કાણ ન આણી. હો મ - ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રિસાણી, જાણી ન નાથ મનાવી. હો મ ૦ ૩ ૧. ચોથી.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy