________________
૨૮૪ : સ્વાધ્યાય સંચય
તિણે પરમાત્મપ્રભુ-ભક્તિરંગી થઈ,
શુદ્ધ કારણ રસ તત્ત્વપરિણતિમયી; આત્મગ્રાહક થયે તજે પરગ્રહણતા,
તત્ત્વભોગી થયે ટળે પરભોગ્યતા. ૮ શુદ્ધ નિ:પ્રયાસ નિજભાવભોગી યદા,
આત્મક્ષેત્રે નહીં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિસંગ નિદ્રતા,
શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા. ૯ તેણે મુજ આતમા તુજ થકી નીપજે,
માહરી સંપદા સકળ મુજ સંપજે; તિણે મનમંદિરે ધર્મ પ્રભુ બાઈએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. ૧૦
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન થાશું પ્રેમ બન્યો છે. રાજ, નિર્વહેશો તો લેખે મેં રાગી પ્રભુ થે છો નિરાગી, અણજુગતે હોય હાંસી; એકપખો જે નેહ નિર્વહેવો, તેહ માંકી સાબાશી. થાશું - ૧ નિરાગી સેબે કાંઈ હોવે, ઈમ મન મેં નવિ આણું ફળે અચેતન પણ જિમસુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું થાશું ૦ ૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુ:ખ ગમાવે, પ્રભુગુણ પ્રેમ સ્વભાવે. થાશું ૦ ૩ વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશીને તેજ સંબધે અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાશું ૪ ૧. થાશું–તમારી સાથે. ૨. થેં–તમે. ૩. માકી–મારી (મારવાડી). ૪. શું થાય?