________________
સ્વાધ્યાય સંચય : ૨૮૩
નિત્ય નિરવયવ વળી એક અક્રિયપણે,
| સર્વ ગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી ઇતર સાવયવ વિશેષતા,
વ્યક્તિ ભેદ પડે જેહની ભેદતા. ૨ એકતા પિંડને નિત્ય અવિનાશતા,
અસ્તિ નિજ ઋદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવ શ્રુત ગમ્ય અભિલાખ અનંતતા,
ભવ્ય પર્યાયની જે પરાવર્તિતા. ૩ ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા,
નાશ ઉત્પાદ અનિત્ય પરનાસ્તિતા; ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવ્યક્તવ્યતા,
વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા. ૪ ધર્મ પ્રાગભાવતા સકલ ગુણ શુદ્ધતા,
ભોગ્યતા કáતા રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા,
વ્યાપ્ય-વ્યાપક તથા ગ્રાહ્યગ્રાહક ગતા. ૫ સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું,
શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું; જહવિ પાભાવથી હું ભવોદધિ વસ્યો,
પરતણો સંગ સંસારતાએ રસ્યો. ૬ તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો,
અન્યસંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલો; જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તાદાત્મમાં માહરું તે નહીં. ૭
૧. યદ્યપિ. ૨. તથાપિ.