________________
સ્વાધ્યાય સંચય : ૨૭૯
ધાર ૦ ૨
ધાર ૦ ૩
ધાર ૦ ૪
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી,
ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિમાંહી લેખે. ગચ્છના ભેદ બહુ નિયણ નિહાળતાં,
તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા,
મોહ નડિયા કલિકાલ રાજે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ,
સાંભળી આદરી કાંઈ રાચો. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે,
કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી,
છારપર લીંપણું તેહ જાણો. પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જિશ્યો,
ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે,
તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો. એહ ઉપદેશનો સાર સંક્ષેપથી,
જે નરા ચિત્ત મેં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી,
નિયત આનંદઘન રાજ પાવે.
ધાર ૭ ૫
ધાર ૭ ૬
ધાર
૭