________________
સ્વાધ્યાય સંચય : ૨૭૭
સયલ પુઢવી ગિરિ જલ તરુજી, કોઈ તોલે એક હથ્થ; તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહીં સમરથ. વિ૦ ૨ સર્વ પુદ્ગલ નમાં ધર્મનાજી, તેમ અધર્મ પ્રદેશ; તાસ ગુણધર્મ પજવ સહુજી, તુજ ગુણ એક તણો લેશ. વિ૦૩ એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિતા સ્વપરપદ અસ્તિતાજી, તુજ સમકાલ સમાય. વિ૦ ૪ તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન; તેહને તેહી જ નિપજેજી, એ કોઈ અદ્ભુત તાન. વિ૦ ૫ તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સસો અવર ન કોય; તુમ દરિસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય. વિ૦ ૬ પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે થિર મન સેવ; દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ. વિ૰ ૭
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન
સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજજન-સંગાજી; એવા પ્રભુનું દરિશન લેવું, તે આલસમાં ગંગાજી, સે૰૧ અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ધેલોજી, સે૦ ૨
ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સે૦ ૩ તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલોકે આંજીજીભ્રમ નાંખે સવિ ભાંજીજી. સે ૦ ૪
લોયણ ગુરુ પરમાન્નદિએ તવ, ભ્રમ ભાગ્યો તવ પ્રભુશું પ્રેમે, વાત કરું મન ખોલીજી; સરલ તેણે જે હઇડે આવે, તેહ જણાવે બોલીજી. સે ૫
.