SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ : સ્વાધ્યાય સંચય બીજા શ્રી અજિતનાથ સ્વામી (૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ? પંથડો - ૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સકલ સંસાર, જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર, પંથડો ૦ ૨ પુરુષપરંપરા અનુભવ જોવતાં રે, અંધ અંધ પલાય; વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય. પંથડો ૦ ૩ તર્ક વિચારે વાદપરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. પંથડો - ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડયા નિરધાર; તરતમ જોગ રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો - ૫ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘનમત અંબ. પંથડો - ૬ (૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન અજિત જિણંદશું પ્રીતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહીઓ, કિમ બેસે હો બલિ તરુ ભંગ કે. અજિત ૦ ૧
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy