________________
૨ : સ્વાધ્યાય સંચય
“શ્રી લઘુરાજસ્વામી(પ્રભુશ્રી)ના કહેવાથી - મારે પરમકૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે.”
સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ” "जिणाणाय कुणंताणं सव्वंपि मोक्खकारणं। सुंदरपि सुबुद्धिए सव्वं भवणिबंधणं।"
જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ-કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે. શ્રી લઘુરાજસ્વામી(પ્રભુશ્રી)ના કહેવાથી મારી મતિકલ્પનાનો ત્યાગ કરી હું તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષમાર્ગ બતાવનાર અને અનન્ય શરણના આપનાર ગણી તેનું શરણ ગ્રહું છું.
મેં તો આત્મા જાગ્યો નથી, પરંતુ યથાતથ જ્ઞાનીએ (પરમકૃપાળુ દેવે અને અનંતા જ્ઞાનીએ) એ જામ્યો છે, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુ દેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલા ભવ મારે તો એ જ કરવું છે. એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોય, અનુભવ્યો, તેવો મારો આત્મા શુદ્ધ, સિદ્ધ સમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ, રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.
સમ્યફ પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપાવ્યું છે.