________________
સ્વાધ્યાય સંચય : ૨૩૯
સપુરુષમાં પ્રભુ–બુદ્ધિ તે ભાખ્યો ઉત્તમ ધર્મ, શ્રદ્ધા દુર્લભ સુલભ કરાવી દીધો ધર્મનો મર્મ.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન. સિહસમી પ્રભુબોધ-ગર્જના જગવે આતમભાવ, મંત્રતણી કો અલખધૂનથી બજે પરમપદ-ગાન.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન. કૃપાકટાક્ષે પ્રભુજી હરતા વિષયવિષો બળવાન, મુમુક્ષુની કાયા-માયાને હરી કરતા શીલવાન.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન. અનન્ય શરણને ગ્રહણ કરાવ્યું, અનન્ય પ્રભુ ઉપકાર, સુજ્ઞ અબુધ કે અબલા, બાલક ચઢ્યાં અભય પથ સાર.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન. ‘દૂર રહ્યાં પણ દયાદષ્ટિથી' પ્રભુ દેતા આધાર, બોધિ-સમાધિ સહજ સધાવી ઉતારે ભવપાર.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન. જેની નિષ્કારણ કરુણતાને આવતાં નિત્ય નિરંતર, પ્રગટે આત્મસ્વભાવ સહજ તે વસજો પ્રભુ અમ અંતર. ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે ગુરુકૃપાનાં ગાન.
–૪–
ભાવ-અંજલિ શા સ્મરીએ ઉપકાર! પ્રભુ તુજ, શા સ્મરીએ ઉપકાર! ભાવદયા ભંડાર! પ્રભુ તુજ, શા સ્મરીએ ઉપકાર! ગુરુગમ નેત્રોજન પ્રભુ આંજી, જ્ઞાનપડળ હરનાર! પ્રભુ નિજ પર શ્રેયાર્થે પ્રભુ જીવન, ઉપકૃતિના અવતાર! પ્રભુ - ૧ ૧. ઉપકારના