________________
૨૩૮ : સ્વાધ્યાય સંચય
હવે નજરે ન દેખાતી, હવે મુદ્રા ન મલકાતી; રહ્યું જોવું, રહ્યું હોવું, અફળ આંસુ નથી લાવું. ૩ અસીમ આ વિશ્વના આરે, હવે મલશું કહો ક્યારે? ગમે ત્યારે ગમે ત્યારે, ન આજે તો જરૂર કાલે. ૪ હવે તો ના ગુરુરાજ, અમારી સાથે કો સાજ, દરદ દિલનું કહાં કે'વું, જડે ના પાત્ર કો એવું. ૫ સુકાતાં ના નયન મારાં, સ્મરણ જ્યારે ઉરે તારાં, હવે ક્યારે, કહો ક્યારે, દરિસણ આપશો ક્યારે? ૬ વિશુદ્ધ સ્વરૂપના ભોગી, પ્રભુ શ્રીકાંત તનુ યોગી; સવિતા સમ દૂર થઈને, નિશા ગાઢે મૂક્યા અમને. ૭ અવિદ્યા રજની નિવાસે, હવે શી અમ દશા થાશે? પ્રકાશ પ્રકાશશો ક્યારે, કહો ઉદ્ધારશો ક્યારે? ૮ સમજ વિણનાં શિશુ નાનાં, તજે પિતૃ ન દુનિયાનાં શું શોભે તો પ્રભુ તમને, રખડતા મૂકવા અમને? ૯ સતાવે મોહ બધી બાજુ, ન રાખે અંગ કો સાજું; ચડી વિયોગીની હારે, કહો ઉગારશો ક્યારે? ૧૦
–
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન, પ્રભુકૃપા બળવાન, અલખથી ગુરુકૃપા બળવાન,
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન. ગુરુરાજે જે પ્રગટ કરેલો મોક્ષમાર્ગનો પંથ, તેને વિસ્તાર્યો લઘુરાજે કૃપા કરી અત્યંત.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન. જંગલમાં મંગલ બનાવ્યું, ભક્તિધામ પવિત્ર, ગૌતમ સમ પ્રભુ ભક્તિરંગે દાખી મુક્તિની રીત.
ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન.