________________
૨૩૦ : સ્વાધ્યાય સંચય
પળ પળ તારું સ્મરણ ર્દયને ભેદતું, પડતી આંખોમાંથી જલની ધાર જો, અંતર પીડા બંધ ન થાયે એક ક્ષણ, પુન: પુન: કરતી તનુનો સંહાર જો. –કરીને ૦ ૧૦ કોને અંતર વ્યથા નાદ સંભળાવીએ? પામું ક્યાં જઈને ઉત્તમ નિજ શાંતિ જો? દૂર થશે કેવી રીતે આ ચિત્તમાં, વસી અનાદિ દુ:ખદાયિની ભ્રાંતિ જો? –કરીને ૦ ૧૧ એક તાપ તો છે આ દુષમ કાલનો, વિરહ અગ્નિથી વધતો બમણો તાપ જો;
જે પદમાં જઈને બેઠા પ્રભુશ્રી તમે. થઈને કરુણાવંત અમોને આપજો. –કરીને ૧૨
અહો! અહો! ઉપકાર પ્રભુશ્રીના. અહો! અહો! ઉપકાર છે આ અધમ જીવ ઉદ્ધરવાને, પ્રભુશ્રીનો અવતાર-પ્રભુશ્રીના ૦ કહ્યો સનાતન મોક્ષમાર્ગને, આત્મમાહાસ્ય અપાર-પ્રભુશ્રીના ૦ ૧ ભૂલી ભટકતા ભવ-અટવીમાં, જીવોના આધાર-પ્રભુશ્રીના ૦ કળિકાળે જીવ જાણી અજાણ્યા, ભાવદયા-દાતાર–પ્રભુશ્રીના - ૨ સાચી ભક્તિ શરૂ કરાવી, દેખાડી ગુરુ સાર–પ્રભુશ્રીના ૦ ભક્તિક્રમ ઉત્તમ યોજીને, રસ લગાડ્યો અપાર-પ્રભુશ્રીના ૦ ૩ શ્રી સત્સંગનું ધામ બનાવી, દીધો પરમ આધારભક્તિભાવનો દુકાળ ટાળી, સાધ્યો સત્ય પ્રચાર-પ્રભુશ્રીના ૦ ૪ પરમકૃપાળુ ગુરુ રાજચંદ્રનાં વચન-રસે-એકતાર–પ્રભુશ્રીના ૦ મતમતાંતર-વિષ ઉતારી પ્રેર્યો આત્મવિચાર–પ્રભુશ્રીના ૦ ૫