________________
સ્વાધ્યાય સંચય : ૨૨૯
ત્રિવિધ તાપથી બળતા જોઈ લોકને, ગર્ભશ્રીમંત છતાંય થયા અણગાર જો; દીક્ષિત થઈ વિચર્યા આ ભારતભૂમિમાં, ભર્યો હતો મનમાં ઉપશમનો ખાર જો. –કરીને ૦ ૪ ભેટ થઈ તત્કાળ સુખદ ગુરુરાજની, સમજાઈ નિજ ભૂલ વિકટ સંસાર જો, શ્રીગુરુની અદ્ભુત કરુણાના જોરથી, પ્રગટયો મનમાં જ્ઞાન વિમલ ભંડાર જો. –કરીને ૦ ૫ આત્મહિતાર્થે કરવાનું સર્વે કર્યું, હર્ષિત થઈ તન્યો તમે સંઘ મોહ જો: નિજ સંઘમહીંથી છૂટા પડતા જોઈને, કરતા બહુજન સમજણ વિણ અતિ દ્રોહ જો. –કરીને ૦ ૬
સમભાવે સવિ સહ્યા ન વિચલિત તું થયો, જેમ છે ભૂ પર મેરુ વિશાલ અડોલ જો; કેસરીને લવ લેશ ન ભય છે અન્યનો, હતું અમારું રત્ન પ્રગટ અણમોલ જો. –કરીને ૦ ૭. તેનો કરી સંહાર કાલ હર્ષિત થયો, પણ ન વિચાર્યું હા! હા! કંઈ અમ દુખ જો; ગયું આજે પ્રભુ તેજ બધું દેગથી પરે, વળી હણાયું સકલ અમારું સુખ જો. –કરીને ૦ ૮ અમીય દષ્ટિ શુભ કોણ આજ વરસાવશે, ભાળીશું ક્યાં આવા ઉત્તમ સંત જો? આગ્રહ મત ભેદાદિ હવે કોણ ટાળશે? કહેશે અમને કોણ સરળ સત્ પંથ જો? –કરીને ૦ ૯