________________
૨૦૬ : સ્વાધ્યાય સંચય
(ગરબી) શ્રી સહજાત્મ સ્વરૂપજી રે લોલ, શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી જો; સદ્ગુરુ સ્વરૂપ સદા સાંભરે રે લોલ, મને મહાપ્રભુનો પ્રેમ વિસરે રે લોલ; શ્રીમદ્ સદ્ગુરુ રાજજી રે લોલ, પ્રેમે પ્રણમું શિર નામી જો -સદ્ગુરુ સ્વરૂપ સદા૧ મીઠ્ઠા મીઠ્ઠા મેહુલા રે લોલ, એથીયે મીઠા ધર્મતાત જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા - પરમાર્થ પ્રેમનું એ પૂતળું રે લોલ, જગથી જૂદેરી એની જાત જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૦ ૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ, હાલનાં ભરેલાં એનાં વેણ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા અભય વરદાન ઉભય હાથમાં રે લોલ, હૈયું તે હેમ કેરું વહેણ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૩ દેવોને બોધ એનો દોહ્યલો રે લોલ, શશીએ સીંચેલ એની સોડ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા. ૪ જગનો આધાર એની આંગળી રે લોલ, લેતાં ન ખૂટે એનો લ્હાવ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા. ૫ ઘડી એક વરસે વ્યોમવાદળી રે લોલ, મારા મહાપ્રભુના મેઘ બારે માસ જો. -સદ્ગુરુ સ્વરૂપ સદા ૦